અંકલેશ્વર નગરપાલિકા ખાતે ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભરૂચ જિલ્લો
અંકલેશ્વર નગરપાલિકા ખાતે ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અંદાજીત ૬૯૩.૯૪ લાખની રકમના વિકાસના કામોનું ખાદમુહૂર્ત કરાયું
અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં જનહિતલક્ષી યોજનાઓના લાભથી એકપણ વ્યકિત વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા અને આ સંકલ્પ યાત્રા તમામ માટે મહત્વપૂર્ણ સોપાન બને તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજથી અંકલેશ્વર ખાતે ઝિનવાલા હાઈસ્કૂલના પટાંગણમાં ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. જે આવનારા બે દીવસ અંકલેશ્વર નગરપાલીકાના વિવિધ વિસ્તારમાં પરિભ્રમણ કરશે.
અંકલેશ્વર શહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઝિનવાલા હાઈસ્કૂલ ખાતેના પટાંગણમાં નગર પાલિકા સંચાલિત મુખ્ય શાળાની બાળાઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ અને આમંત્રિત તમામ મહેમાનોનું કુમકુમના તિલક કરી પુષ્પવર્ષા સાથે ભાવભેર વાજતે ગાજતે સ્વાગત કર્યુ હતું.
આ પ્રસંગે, નગર પાલિકા પ્રમુખ શ્રીમતી લલીતાબેન રાજપુરોહિત દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત કરી અર્થસભર માહિતિ આપી હતી.
આ તકે, સરકારશ્રીએ લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નગરજનોએ રસપૂર્વક નિહાળી હતી. ઉપરાંત સ્થાનિક નગરજનોએ યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારશ્રીની સિદ્ધિઓ-ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. મેરી કહાની, મેરી જુબાની અન્વયે લાભાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યો હતા.
આ પ્રસંગે, મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ, મંજૂરી પત્રો, ચેક એનાયત કર્યા હતા.
આ તબક્કે, ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અંદાજીત ૬૯૩.૯૪ લાખની રકમના વિકાસના કામોનું ખાદમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર નગરપાલિકા ઓફીસના રિનોવેશનનું કામ, અંકલેશ્વર નગરપાલિકાના જુદા- જુદા વિસ્તારોમાં આર.સી.સી. તથા પેવર બ્લોક નાખવાનું કામ, જુદા- જુદા વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન નાખવાનું કામ, મોદીનગર ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન પાસે રખડતા માટે ઢોર શેડ તથા ઢોર ડબ્બો બનાવવાનું કામ મળી અંદાજીત ૬૯૩.૯૪ લાખની રકમના વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં નગર પાલિકા ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ કાયસ્થ, કારોબારી અધ્યકક્ષ શ્રી નિલેશ ભાઈ પટેલ, પૂર્વે કારોબારી અધ્યક્ષશ્રી, અંકલેશ્વર મામલતદારશ્રી કરણસિંહ રાજપુત, નગર પાલિકા મુખ્ય અધિકારીશ્રી કેશવલાલ કોલાડીયા, નગર પાલિકાના કમિટી સભ્યો, તેમજ અન્ય પદાધિકારીઓ, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર ભરૂચ
પિયુષ મિસ્ત્રી
#gujaratniparchhai
Comments
Post a Comment