લાભ લઈને મારા જેવી અનેક મહિલાઓ આર્થિક રીતે પગભર બની
મેરી કહાની મેરી જુબાની ભરૂચ
સરકારશ્રીની મહિલાલક્ષી યોજનાઓ થકી આર્થિક રીતે પગભર બની :લાભાર્થી સબ્બીના બેન દીવાન
મારું નામ સબ્બીના બેન દીવાન છે.હું ભરૂચના પગુથણ ગામની રહેવાસી છું.હું મિશન મંગલમની એન આર એલ એમ યોજના અંતર્ગત સખી મંડળમાં વર્ષ ૨૦૧૬ થી જોડાયેલી છું.જેમાં વર્ષ ૨૦૧૮માં બેંક સખીની તાલીમ લઈને અત્યારે પ્રમોશન લઈને બેંક ઓફ બરોડા, ચાવજ શાખામાં બેંક કોરસપોન્ડ (BC)નું કામ કરીને આર્થિક રીતે પગભર બની છું.
સરકારશ્રીની મહિલાલક્ષી યોજનાઓ થકી મહિલા સશક્તિકરણ થઈ રહ્યું છે. જેનો લાભ લઈને મારા જેવી અનેક મહિલાઓ આર્થિક રીતે પગભર બની છે.જે બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું.
રિપોર્ટર ભરૂચ
પિયુષ મિસ્ત્રી
#gujaratniparchhai

Comments
Post a Comment