અંકલેશ્વર તાલુકા વકીલ મંડળમાં પ્રમુખ તરીકે નીતિન વકીલ અને ૨૦૨૪ ના હોદ્દેદારોની વરણી કરાઈ

અંકલેશ્વર તાલુકા વકીલ મંડળમાં પ્રમુખ તરીકે નીતિન વકીલ અને ૨૦૨૪ ના હોદ્દેદારોની વરણી કરાઈ 


બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જેજો હેઠળ સને-૨૦૨૪ ના હોદ્દેદારોની ચુંટણીઓ યોજવામાં આવી હતી જેમાં અંકલેશ્વર તાલુકા વકીલ મંડળ ના નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે અંકલેશ્વર પાલીકાના કોર્પોરેટર નિતીન આઇ.વકીલ(એડવોકેટ)તથા ઉપપ્રમુખ પદે અનંત આનંદ પોખરીયાલ(એડવોકેટ)તથા સેક્રેટરી પદે કમલેશ.ઝેડ.મોદી તથા જોઇન્ટ સેક્રેટરી પદે ભીમસી ચાવડા તથા ખજાનજી પદે પરેશ જી.પરમાર અને લાઇબ્રેરીયન તરીકે શૈલેષભાઇ ભગતની સર્વાનુમતે વરણીઓ કરવામાં આવી હતી.


સદરહું બીનહરીફ વરણીઓને બારના વકીલ મિત્રેએ વધાવી લીધા હતાં બારના નવનિર્મિત પ્રમુખ શ્રીએ વકીલમિત્રોના પડતર પ્રશ્નો તથા અન્ય કચેરીઓમાં વકીલોને પડતી હાલાકી માટે ખાસ આયોજન કરી રજુઆતો કરવાી ખાત્રી આપી હતી અંકલેશ્વર તાલુકા વકીલ મંડળ ની કામગીરી ખભે ખભા મલાવી તમામ વકીલોને સાથ સહકારની ભાવના રાખી સેવાઓ બજાવતાં આવેલ છે. શ્રી નિતીન વકીલ અગાઉથી જ સેવાકીય ક્ષેત્રમાં સેવાઓ બજાવતાં આવેલ હોય અને બહોળો અનુભવ ધરાવતાં હોય ખાસ કરીને સ્થાનિક જુનીયર વકીલ મિત્રોના કનડતાં પ્રશ્નોની રજુઆતોને પ્રધાન્ય અપાશે તેવું જણાવ્યું હતું.

રિપોર્ટર અંકલેશ્વર

જ્યોતીન્દ્ર ગોસ્વામી


#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ