અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું પીરામણ ગામે ભવ્ય સ્વાગત કરાયું
અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું પીરામણ ગામે ભવ્ય સ્વાગત કરાયું
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
કેન્દ્ર અને રાજ્ય સરકારનીકલ્યાણકારી યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી ભરૂચના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ અને ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનં્ ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે ગામના સંચપંચ, ઉપસરપંચ, તા.પંના સભ્યશ્રીઓ અને જિલ્લાના અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર અંકલેશ્વર
જ્યોતીન્દ્ર ગોસ્વામી
#gujaratniparchhai



Comments
Post a Comment