વેજલપુર પારસીવાડ સ્થિત દશામાના મંદિરનો 30 મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

ભરૂચના વેજલપુર પારસીવાડ સ્થિત દશામાના મંદિરનો 30 મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. મંદિર ખાતે નવચંડી યજ્ઞ મહા આરતી અને પ્રસાદી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન આવ્યું હતું. આ પ્રસંગે એક સાથે 32 દંપતીએ પૂજામાં ભાગ લઇ ધન્યતા અનુભવી હતી. ભરૂચ વેજલપુરના પારસીવાડ ખાતે 30 વર્ષ પૂર્વે નવ નિર્માણ પામેલા દશા માતાજી મંદિરની આજરોજ 30 વર્ષ પૂર્ણ થતા મંદિર ખાતે 30 મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. છેલ્લા 5 વર્ષ ઉપરાંતની માત્ર ભંડારો અને મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે સ્થાનિક યુવક મંડળ દ્વારા 30 વર્ષમાં બીજી વખત મહાયજ્ઞ રૂપે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે પૂજા અને આરતી બાદ યજ્ઞ શરુ કરવામાં આવ્યો હતો. જેમાં 32 યુગલો પૂજામાં જોડાયા હતા. સાંજે 5 કલાકે યજ્ઞમાં નારિયેળ હોમવામાં આવ્યું હતું. જે બાદ મહા આરતી અને પ્રસાદી યોજવામાં આવી હતી.તો રાત્રીના ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. માં દશામાંના વ્રત ચાલી રહ્યા છે. ત્યારે 7 મી ઓગસ્ટ 1094 ના સંવત 2050, અષાઢ વદ અમાસના રોજ મંદિર સ્થાપના કરવામાં આવી હતી. સ્થાનિક રહીશો આ...